રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સરકારી ઑફિસોમાં અધિકારીઓ – કર્મચારીઓને પોતાની ચેમ્બરમાં પ્રવેશે ત્યારે જ વીજ ઉપકરણો ચાલુ કરવા અને પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળતી વખતે તમામ વીજ ઉપકરણો બંધ કરીને પછી જ નીકળવાનો અનુરોધ કર્યો છે.
આજે રાજ્યના માર્ગ-મકાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં શ્રી દેવવ્રતે ઉનાળામાં વીજ માંગમાં તીવ્ર વધારો થાય તે પહેલાં વીજળીની બચત માટે તાકીદે પગલાં લેવા સૂચનો કર્યા હતા. તેમણે લોકોને વીજળી બચતને પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવવા અને આદત બનાવવા અનુરોધ કર્યો હતો.
તેમણે સૂર્યોદયની 20 મિનિટ પહેલાં સ્ટ્રીટ લાઈટ ઑફ કરીને અને સૂર્યાસ્તની 20 મિનિટ પછી સ્ટ્રીટ લાઈટ ઑન કરીને દરરોજ 40 મિનિટ વીજળી બચાવવા સૂચન કર્યું હતું.
Site Admin | માર્ચ 18, 2025 7:37 પી એમ(PM)
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો સરકારી કર્મચારીઓને કચેરીમાં વીજ બચત કરવા અનુરોધ
