ડિસેમ્બર 31, 2024 7:25 પી એમ(PM)

printer

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, “પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઔષધીય વૃક્ષ અને છોડના વાવેતર માટે વિશેષ રૂચિ લે તે સમયની માગ છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, “પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઔષધીય વૃક્ષ અને છોડના વાવેતર માટે વિશેષ રૂચિ લે તે સમયની માગ છે.” આયુર્વેદ વ્યાસપીઠ સંસ્થાના ગુજરાત રાજ્યના
આગેવાનો સાથે ગાંધીનગરના રાજભવન ખાતે મુલાકાત દરમિયાન શ્રી દેવવ્રતે આ મુજબ જણાવ્યું હતું.દરમિયાન, રાજ્યપાલશ્રીએ આયુર્વેદના આહારશસ્ત્રનું બાળકોને બાળપણથી જ શિક્ષણ અને
સમજણ આપવા પર ભાર મૂક્યો હતો. આયુર્વેદની વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ પર વૈજ્ઞાનિક સંશોધનો થવા જોઈએ, આયુર્વેદની પ્રેક્ટિસ કરતા વૈદ્ય આ માટે જરૂરી ડેટાબેઝ તૈયાર કરે અને
આયુર્વેદથી થતી ચિકિત્સાનો યોગ્ય પ્રચાર પ્રસાર થાય તે માટે પણ રાજ્યપાલશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.