રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવતીકાલે ગણેશ ચતુર્થી અને સંવત્સરીના પર્વ નિમિત્તે નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે.
રાજ્યપાલશ્રીએ શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, સંવત્સરીનું પર્વ ક્ષમા, શાંતિ અને પ્રેમનો સંદેશ આપે છે. ગણેશ ચતુર્થીના પર્વની શુભેચ્છા પાઠવતાં તેમણે કહ્યું કે, ગણપતિ બાપ્પાના આગમનથી આપણા જીવનના દરેક સંકટનો અંત આવે અને નવા સર્જનની શરૂઆત થાય.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત અને દેશ-વિદેશમાં વસતા સૌ જૈન પરિવારોને મિચ્છામી દુક્કડમ પાઠવ્યા છે.
તેમજ ભગવાન શ્રી ગણેશજીની ઉપાસનાના આ પર્વ માટે સુખ-સમૃદ્ધિ માટેની શુભેચ્છા વ્યક્ત કરી છે..
Site Admin | સપ્ટેમ્બર 6, 2024 7:39 પી એમ(PM)
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવતીકાલે ગણેશ ચતુર્થી અને સંવત્સરીના પર્વ નિમિત્તે નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી
