બનાસકાંઠાના વડગામ તાલુકાના ભૂખલા ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં બનાસ સુઝુકી બાયોગેસ પ્લાન્ટ’નું લોકાર્પણ કર્યુ હતું.આ પ્લાન્ટ દૈનિક ૧૦૦ મેટ્રિક ટન કચરાને પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે.આ પ્રોજેક્ટમાં બાયોગેસ પ્લાન્ટની સાથે બાયો-CNG ફિલિંગ સ્ટેશન અને બાયો-ફર્ટિલાઈઝર પ્લાન્ટને કારણે પર્યાવરણની જાળવણી પણ થશે તેમ રાજ્યપાલે જણાવ્યું હતું.
આ પ્લાન્ટ દ્વારા પશુપાલકોને તેમના પશુઓના છાણનું યોગ્ય મૂલ્ય મળશે અને ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળું જૈવિક ખાતર ઉપલબ્ધ થશે.જેને કારણે પશુપાલકોને ફાયદો થશે તેમ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું કે, આ પ્લાન્ટ આત્મનિર્ભર ભારત અને પ્રાકૃતિક ખેતીની દિશામાં એક મહત્વનું કદમ સાબિત થશે. બનાસકાંઠા હવે દૂધની સાથે સાથે ઉર્જા ક્ષેત્રે પણ દેશને નવી રાહ ચીંધશે.
Site Admin | જાન્યુઆરી 18, 2026 7:26 પી એમ(PM)
રાજ્યપાલે બનાસકાંઠાના ભૂખલામાં દૈનિક ૧૦૦ મેટ્રિક ટન કચરાને પ્રોસેસ કરવાની ક્ષમતાવાળા બનાસ સુઝુકી બાયોગેસ પ્લાન્ટ’નું લોકાર્પણ કર્યું.