રાજ્યનો નવો જિલ્લો વાવ-થરાદ આજથી સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે થરાદ ખાતે જિલ્લા કલેકટર કચેરીનો આજે વિધિવત શુભારંભ કરાવ્યો. આ સાથે, વાવ થરાદ જિલ્લાના નવા ચાર નવા તાલુકાઓ—ઓગડ, ધરણીધર, રાહ અને હડાદ પણ અસ્તિત્વમાં આવ્યા છે.
થરાદ ખાતે નવી જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી અને જિલ્લા પંચાયત કચેરી સહિતની કચેરીઓ આજે અસ્તિત્વમાં આવી છે.
Site Admin | ઓક્ટોબર 2, 2025 7:24 પી એમ(PM)
રાજ્યનો નવો જિલ્લો વાવ-થરાદ આજથી સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો