રાજ્યને પ્લાસ્ટીક મુક્તિ અને મહત્તમ વીજ બચત માટે ‘ગુજરાત પોલીસે અનોખી પહેલ શરૂ કરી છે..
પોલીસ વિભાગની વિવિધ ઇમારતોના છત ઉપર ઉર્જા વિભાગની મદદથી સોલાર પેનલ ઇન્સ્ટોલેશન કરાવી મહત્તમ વીજ બચત કરવામાં આવશે.પોલીસ ભવન તેમજ ગાંધીનગર પોલીસ અધિક્ષકની કચેરી ખાતે મળીને ૨૩૭ કિલો વૉટની ક્ષમતા ધરાવતી સોલર રૂફ્ટોપ સિસ્ટમ અલગ અલગ ઇમારતોના છત પર લગાવવામાં આવી છે. પોલીસ ભવન ખાતે પ્લાસ્ટીક બોટલ ક્રશર મશીન મુકાયું છે, જેના દ્વારા સ્થળ પર જ પ્લાસ્ટીક બોટલ વેસ્ટ નિકાલ કરવા પોલીસે સંકલ્પ લીધો હતો..