રાજ્યમાં આવેલી સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.આ સાથે છેલ્લાં 35 દિવસથી ચાલી રહેલા વેકેશનનો અંત આવશે. રાજ્યમાં કુલ 54 હજાર જેટલી શાળાઓ આવેલી છે. આ શાળાઓમાં 5 મેથી ઉનાળું વેકેશન શરૂ થયું હતું. શાળાઓ શરૂ થવાથી વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ગઈકાલે બજારોમાં પુસ્તકો, નોટબુક, ડ્રેસ, સ્કુલ બેગ સહિતની સામગ્રીઓ ખરીદવા માટે વાલીઓ અને વિદ્યાર્થિનીઓની ભારે ભીડ જોવા મળી હતી.શાળાઓમાં 9 જૂનથી 15 ઓક્ટોબર સુધી પ્રથમ સત્ર ચાલશે, ત્યારબાદ 5 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન આપવાનું આયોજન છે.
Site Admin | જૂન 9, 2025 9:53 એ એમ (AM)
રાજ્યની 54 હજાર જેટલી શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ
