રાજ્યની 30 હજારથી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ માટે ટ્રાન્સફર ફી નક્કી કરાઈ છે. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, સહકારી કાયદામાં થયેલા સુધારા અંતર્ગત હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં કોઈ પણ ઘરના ખરીદ-વેચાણ સમયે કુલ અવેજ રકમના 0.5 ટકા અથવા વધુમાં વધુ એક લાખ રૂપિયા કરતાં વધુ ટ્રાન્સફર ફી વસૂલ નહીં કરી શકાય.શ્રી વિશ્વકર્માએ ઉમેર્યું કે, ટ્રાન્સફર ફી બાબતે સહકારી કાયદા અને નિયમોમાં જોગવાઈ ન હોવાથી સોસાયટીઓ દ્વારા મનમાની કરીને મોટી ટ્રાન્સફર ફી વસૂલ કરાતી હોવાની ફરિયાદો રાજ્ય સરકારને મળી હતી. રાજ્ય સરકાર દ્વારા કરાયેલા આ નવા નિર્ણયથી આવી સોસાયટીઓની કામગીરીમાં નિયમિતતા આવશે. સાથે જ સોસાયટીઓ સાથે જોડાનારા લાખો સભાસદોને પણ ભવિષ્યમાં મોટી રાહત મળશે.
Site Admin | માર્ચ 4, 2025 10:04 એ એમ (AM)
રાજ્યની 30 હજારથી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ માટે ટ્રાન્સફર ફી નક્કી કરાઈ.