રાજ્યભરની 182 વિધાનસભા બેઠકોમાંથી 47 વિધાનસભા બેઠકો પર મતદાર યાદીની ખાસ સઘન સુધારા –SIR ગણતરીની 100% કામગીરી સંપન્ન થઈ છે.
રાજ્યભરમાં ગણતરીની 98.19% કામગીરી સંપન્ન થઈ ચૂકી છે.જ્યારે 80 બેઠકો પર 99%થી વધુ કામગીરી થઈ ચૂકી છે.
ગણતરી દરમિયાન રાજ્યભરમાં 17.66 લાખથી વધુ અવસાન પામેલ મતદારો,જ્યારે 8.39 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથે 36.89 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. ઉપરાંત 3.53 લાખથી વધુ મતદારો એક કરતાં વધારે જગ્યાએ હોવાનું ધ્યાને આવ્યું છે.
મતદાર યાદી સઘન સુધારણા ઝુંબેશમાં સાબરકાંઠા જીલ્લામાં 99.83 ટકા ડિજિટલ કામગીરી પૂર્ણ થઈ છે.અમારા સાબરકાંઠાના પ્રતિનિધિ યોગેશ સથવારા જણાવે છે કે આ પ્રક્રિયામા BLO,BLA અને સ્થાનિક લોકોનો સહકાર મળી રહ્યો છે.
વધુ માહિતી આપી રહ્યા છે
ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ અમરેલીના બાબાપુર ખાતે ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવા બદલ જિલ્લાના બે BLOને અભિનંદન પાઠવ્યા હતા.
Site Admin | ડિસેમ્બર 6, 2025 7:47 પી એમ(PM)
રાજ્યની 182 વિધાનસભા બેઠકોમાંથી 47 વિધાનસભા બેઠકો પર મતદાર યાદીની ખાસ સઘન સુધારા ઝુંબેશ