સરકારી સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના તેમના સગા માટે રહેવા જમવાની સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજ્યની 14 જનરલ હોસ્પિટલમાં રેન બસેરા બનાવાશે.
આ માટે અમદાવાદની સેવાદાન ફાઉન્ડેશનને જમીન લીઝ પર આપવાનો નિર્ણય મંત્રી મંડળની બેઠકમાં લેવાયો છે. રાજ્યમાં પોરબંદર ગોધરા મોરબી સહિત 14 હોસ્પિટલમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવાશે તેમ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું.
Site Admin | ડિસેમ્બર 10, 2025 7:17 પી એમ(PM)
રાજ્યની 14 જનરલ હોસ્પિટલમાં રેન બસેરા બનાવાશે.