ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ફેબ્રુવારી 18, 2025 3:29 પી એમ(PM) | ચૂંટણી

printer

રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે મતગણતરી થઈ રહી છે

રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે મતગણતરી થઈ રહી છે. એક પછી એક બેઠકોના પરિણામ સામે આવી રહ્યા છે, જેમાં મોટા ભાગની બેઠકો પર ભારતીય જનતા પાર્ટી જીત આગળ વધી રહી છે. જૂનાગઢ મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં પણ ભાજપનો વિજય થયો છે.
66 નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપ સરસાઇ મેળવી રહ્યું હોવાના છેલ્લા અહેવાલ મળી રહ્યાં છે. મહીસાગર જિલ્લાની લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર નગરપાલિકા સહિત ખાનપુર તાલુકાની કનોડ તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય થયો છે. સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપે જીત મેળવી છે. નગરપાલિકાની 28 બેઠકોમાંથી 25 બેઠકો પર ભાજપની જીત થઈ છે. દરમિયાન, બીલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં 33 બેઠકોમાંથી 27 પર વિજય મેળવીને ભારતીય જનતા પાર્ટીએ સત્તા જાળવી રાખી છે.
બોટાદ નગરપાલિકા તથા ગઢડા નગર પાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે પણ આજે મતગણતરી હાથ ધરાઇ.
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત 213 બેઠકો અગાઉ જ બિનહરીફ થતાં 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. જેનું રવિવારે મતદાન સંપન્ન થયું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.