રાજ્યની સરકારી પોલિટેકનીક કોલેજોમાં વર્ગ-2ની 91 ટકા જગ્યાઓ ભરાયેલી છે. વિધાનસભામાં ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપતાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા જણાવ્યું કે સરકારી પોલિટેકનીક કોલેજોમાં વર્ગ-૨ની મંજૂર કુલ 2 હજાર 232 જગ્યામાંથી હાલમાં 2 હજાર 18 જગ્યાઓ ભરેલી છે. તેમણે જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લામાં આવેલી સરકારી પોલિટેકનીક કોલેજમાં હાલની સ્થિતિએ વિવિધ 4 વિદ્યાશાખા ચાલે છે. જેમાં 467 વિદ્યાર્થીઓ સામે 30 અધ્યાપકો સેવા આપી રહ્યા છે એટલે કે 15 વિદ્યાર્થી સામે એક અધ્યાપક કાર્યરત છે.
દરમિયાન, કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું કે નાણાંકીય વર્ષ 2023-24માં રાજકોષીય ખાધ 23 હજાર 493 કરોડ રૂપિયા છે. જે રાજ્યની GSDPના માત્ર 0.97 ટકા છે. ગુજરાત રાજકોષીય અધિનિયમ 2005 પ્રમાણે રાજકોષીય ખાધ GSDPના ૩ ટકાથી વધુ ન હોવી જોઈએ.
Site Admin | માર્ચ 19, 2025 3:34 પી એમ(PM)
રાજ્યની સરકારી પોલિટેકનીક કોલેજોમાં વર્ગ-2ની 91 ટકા જગ્યાઓ ભરાયેલી છે : શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા
