રાજ્યની તમામ શાળાઓમાં આજથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. અંદાજે 54 હજાર શાળાઓમાં ગઇકાલે 21 દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ થયું. જોકે કોલેજોમાં એક દિવસ મોડું વેકેશન પડ્યું હોવાથી આવતીકાલથી બીજું શૈક્ષણિક સત્ર શરૂ થશે. શાળાઓમાં 3જી મે 2026 સુધી 144 દિવસનું બીજું શૈક્ષણિક સત્ર રહેશે. જ્યારે 4 મે થી ઉનાળુ વેકેશન રહેશે.
Site Admin | નવેમ્બર 6, 2025 9:38 એ એમ (AM)
રાજ્યની શાળાઓમાં આજથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે