ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 2, 2025 9:26 એ એમ (AM)

printer

રાજ્યની વિધાનસભાની ખાલી પડેલી બે બેઠકો માટેની પેટા ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ – ભાજપે બે અને કોંગ્રેસે એક ઉમેદવારના નામની જાહેરાત કરી

રાજ્યમાં ખાલી પડેલી વિધાનસભાની કડી અને વિસાવદરની બેઠકોની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે . આગામી 19 જૂને મતદાન થશે. ત્યારે ભાજપ, કોંગ્રેસ, આમઆદમી પાર્ટી અને પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ કરી દીધી છે. આ વિઘાનસભાની ચૂંટણી માટે ભાજપે ગઇકાલે બે ઉમેદવારોની જાહેરાત કરી હતી જ્યારે કોંગ્રેસે એક ઉમેદવાર જાહેર કર્યો હતો.. ભાજપે કડી માટે રાજેન્દ્ર ચાવડા અને વિસાવદર માટે કિરીટ પટેલના નામની જાહેરાત કરી છે. જ્યારે કોંગ્રેસે કડી માટે રમેશ ચાવડાની ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે. અગાઉ આપ અને પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ