જાન્યુઆરી 23, 2026 9:44 એ એમ (AM)

printer

રાજ્યની રાજધાની રાયપુરમાં આજથી સાહિત્ય મહોત્સવ શરૂ થશે

છત્તીસગઢમાં, રાજ્યની રાજધાની રાયપુરમાં આજથી સાહિત્ય મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. 25 જાન્યુઆરી સુધી ચાલનારા આ મહોત્સવનું ઉદ્ઘાટન રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ કરશે. મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ આ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. રાયપુર સાહિત્ય ઉત્સવમાં દેશભરના જાણીતા સાહિત્યકારો, કવિઓ, વાર્તાકારો, વિચારકો, કલાકારો, પત્રકારો, રંગકર્મીઓ અને સાહિત્યપ્રેમીઓ ભાગ લેશે. ત્રણ દિવસના આ મહોત્સવ દરમિયાન સાહિત્યિક ચર્ચાઓ, ગોષ્ઠીઓ, કવિતા પાઠ, કથા સત્રની સાથે સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પણ આપવામાં આવશે. આ દરમિયાન રાષ્ટ્રીય પુસ્તક મેળો, ઓપન ટેલેન્ટ મંચ અને પેઈન્ટિંગ વર્કશોપ જેવા આયોજનો પણ થશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.