ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 10, 2025 7:15 પી એમ(PM)

printer

રાજ્યની મહિલા શ્રમયોગીઓ હવે રાત્રિપાળીમાં કામ કરી શકશે

ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે કારખાના ધારા ગુજરાત સુધારા ખરડો 2025 સર્વાનૂમતે પસાર કરાયો. આ વિધેયક રજૂ કરતા શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું, આ સુધારાથી મહિલાઓને રાત્રિપાળીમાં તેમની સંમતિથી કાયદેસર કામ કરવાની તક મળશે. તેમણે મહિલા શ્રમયોગીઓને સમાનતા, વ્યવસાય, સ્વતંત્રતા, આર્થિક ઉપાર્જન કરવાનાં બંધારણીય અધિકારને ધ્યાને રાખી આ ખરડાને મહત્વનો નિર્ણય ગણાવ્યો.
શ્રી રાજપૂતે કહ્યું, નવી જોગવાઈ મુજબ, વિરામ સાથે દરરોજના 12 કલાક, પરંતુ સપ્તાહના માત્ર 48 કલાક જ કામ કરવાની મંજૂરી આપી શકાશે. જે શ્રમિક 12 કલાક લેખે ચાર દિવસ કામ કરે એટલે તેમને પાંચમા અને છઠ્ઠા દિવસે પગાર-સહિત સવેતન રજા આપવાની રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.