આવતી કાલે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ છે, ત્યારે તેની પૂર્વસંધ્યાએ રાજ્ય સરકારે આજે સહકારી ડેરી ક્ષેત્રમાં મહિલાઓની વધતી ભાગીદારી અંગેનાં પ્રેરણાદાયી આંકડા રજૂ કર્યા છે.
2020માં મહિલાઓ દ્વારા સંચાલિત દૂધ સહકારી મંડળીઓની સંખ્યા ત્રણ હજાર 764 હતી, જે 2025માં 21 ટકા વધીને 4 હજાર 562 થઈ છે. આ મંડળીઓની વાર્ષિક આવક પણ 43 ટકા વધીને નવ હજાર કરોડ રૂપિયાને પાર થઈ છે.
રાજ્યનાં 36 લાખ દૂધ ઉત્પાદક સભ્યોમાંથી 32 ટકા એટલે કે 12 લાખ મહિલાઓ છે. ગુજરાત કોઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF) દ્વારા રજૂ કરાયેલા ડેટા અનુસાર રાજ્યમાં મહિલા સંચાલિત દૂધ સહકારી મંડળીઓ દ્વારા દૂધની ખરીદી 2020માં 41 લાખ લિટર પ્રતિ દિવસથી 39% વધીને 2025માં 57 લાખ લિટર પ્રતિ દિવસ થઈ છે.
Site Admin | જુલાઇ 4, 2025 7:53 પી એમ(PM)
રાજ્યની મહિલા દૂધ મંડળીઓની સંખ્યામાં 21%નો વધારો, આવક નવ હજાર કરોડ રૂપિયાને પાર