સરકારે તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકામાં પાયાની માળખાકીય સુવિધા માટે 16 હજાર 316 કરોડ રૂપિયાથી વધુના 927 કામ મંજૂર કર્યા છે. અમૃત યોજનાના બીજા તબક્કા હેઠળ આ કામ મંજૂર કરાયા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
આ યોજના હેઠળ તમામ નગરપાલિકા તથા મહાપાલિકા વિસ્તારમાં પાણી પૂરવઠા, બાગ-બગીચા અને તળાવ નવીનીકરણ કામ તેમજ રાજ્યના 31 અમૃત શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાના કામ પણ હાથ ધરાયા છે. ગત પાંચ વર્ષમાં આ યોજના હેઠળ મહાપાલિકા વિસ્તારમાં પાણી પૂરવઠાને લગતા ચાર હજાર 931 કરોડ રૂપિયાના 149 કામ, ભૂગર્ભ ગટર વ્યવસ્થાપનના પાંચ હજાર 437 કરોડ રૂપિયાના 112 કામ, તળાવ નવિનીકરણના 207 કરોડ રૂપિયાના 37 સહિત અનેક કામ મંજૂર કરાયા છે.
Site Admin | ઓક્ટોબર 13, 2025 7:00 પી એમ(PM)
રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકામાં અમૃત યોજના હેઠળ 16 હજાર 316 કરોડ રૂપિયાથી વધુના 927 કામ મંજૂર