ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 24, 2025 9:14 એ એમ (AM)

printer

રાજ્યની મહાનગરપાલિકાઓ માટે મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ વિકાસ યોજનાની કાર્યપદ્ધતિ જાહેર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓમાં ક્લાયમેટ રિઝિલિઅન્ટ અને સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન દ્વારા સુવ્યવસ્થિત શહેરી પરિવહન અને કાર્યક્ષમ રોડ નેટવર્ક માટેની મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ વિકાસ યોજનાના અમલની SOPને મંજૂરી આપી છે. રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા વિકસાવવાના થતા આવા ગ્રીન રીંગ રોડ માટે ૨૦૦ કરોડ રૂપિયાનું બજેટની જોગવાઇ કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના મુખ્ય ભાગમાં પ્રવેશ્યા વિના શહેરના વિવિધ ભાગો વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડવા અને શહેરોના કેન્દ્રથી ટ્રાફિકને દૂર વાળવા શહેરની ફરતે રિંગ રોડ વિકાસથી કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે.