ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 2, 2024 7:24 પી એમ(PM)

printer

રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહનભોજન ઉપરાંત કેલરી અને પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર અપાશે

રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત પૌષ્ટિકઅલ્પાહાર આપવામાં આવશે. રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓના બાળવાટિકાથી ધોરણ- 8 સુધીના વિદ્યાર્થીઓને પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવશે.મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ રાજ્યની ૩૨ હજાર ૨૭૭ શાળાનાઅંદાજે ૪૧ લાખ વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલાં પ્રાર્થનાસમયે પૌષ્ટિક અલ્પાહાર પીરસવામાં આવશે. રાજ્ય સરકાર આ યોજના માટે વાર્ષિક ૬૧૭ કરોડરૂપિયાનો ખર્ચ કરશે. પી.એમ. પોષણ યોજનાના માનદ વેતનધારક સંચાલકને હવે ૪૫૦૦ રૂપિયાનુંમાસિક માનદવેતન, ૨૬ કે તેથી વધુવિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓના રસોઇ. કૂક કમ હેલ્પરને માસિક ૩૭૫૦ રૂપિયા તથા નાનીશાળાઓ માટે વધારાના સ્ટાફ-હેલ્પરને માસિક ૧૫૦૦ રૂપિયાનું માનદવેતન આપવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ