રાજ્યની પોલીસ છેલ્લા 10 મહિનામાં સોશિયલ મીડિયા દ્વારા એક હજાર 163 નાગરિકોની ફરિયાદોનો સુખદ નિકાલ કર્યો. પોલીસે પહેલી માર્ચ 2025ના રોજ સોશિયલ મીડિયા થકી નાગરિકોની રજૂઆતો અને ફરિયાદો સુખદ નિરાકરણ માટે વિશેષ પહેલ “ગુજરાત પોલીસ સોશિયલ મીડિયા દેખરેખ, વિશ્લેષણ અને પ્રણાલીગત નિયંત્રણ- GP-SMASH” શરૂ કરી હતી.
આ પહેલ થકી અત્યાર સુધીમાં ગુજરાત પોલીસને કાયદો અને વ્યવસ્થા સંલગ્ન 71, સાયબર ગુના સંલગ્ન 233, શરીર સંબંધી ગુના-71, પોલીસ ગેરવર્તણૂક-30, પ્રોહીબેશન-83, ટ્રાફિક-377, ચોરી/લૂંટ/ગુમ થવાની-109,
રેલવે-02 તેમજ અન્ય ફરિયાદો એક હજાર 150થી વધુ ફરિયાદોનો ગણતરીના સમયમાં સુખદ નિકાલ કરાયો છે.
Site Admin | જાન્યુઆરી 6, 2026 7:13 પી એમ(PM)
રાજ્યની પોલીસ છેલ્લા 10 મહિનામાં સોશિયલ મીડિયા દ્વારા એક હજાર 163 નાગરિકોની ફરિયાદોનો સુખદ નિકાલ કર્યો