રાજ્યની પોલીસે “તેરા તુજ કો અર્પણ” પહેલ હેઠળ અત્યાર સુધીમાં 40 હજાર 811 જેટલા લાભાર્થીઓને 500 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો સામાન પરત કર્યો છે. ગુજરાત વિધાનસભામાં આ પહેલ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, આ પહેલ હેઠળ નવ હજાર 81 કાર્યક્રમ થકી લાભાર્થીઓને તેમનો સામાન પરત અપાયો છે.
આદિજાતિ વિસ્તારમાં સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાઓમાં તેરા તુજકો અર્પણ પહેલ અંતર્ગત બે હજાર 315 લોકોને 105 કરોડ રૂપિયાથી વધુનો સામાન પરત કરાયો હોવાનું પણ શ્રી સંઘવીએ ઉમેર્યું.
Site Admin | સપ્ટેમ્બર 8, 2025 3:35 પી એમ(PM)
રાજ્યની પોલીસે “તેરા તુજ કો અર્પણ” પહેલ હેઠળ અત્યાર સુધીમાં 40 હજાર 811 જેટલા લાભાર્થીઓને 500 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો સામાન પરત કર્યો
