ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 27, 2025 7:50 પી એમ(PM)

printer

રાજ્યની પહેલી અમૃત ભારત ટ્રૅનનો સુરતથી પ્રારંભ – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાથી વર્ચ્યૂઅલ માધ્યમથી પ્રસ્થાન કરાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાથી વર્ચ્યૂઅલ માધ્યમથી સુરતના ઉધનાથી રાજ્યની પ્રથમ અમૃત ભારત ટ્રૅનનું પ્રસ્થાન કરાવ્યું. આગામી પાંચમી ઑક્ટોબરથી નિયમિત કાર્યરત્ થનારી આ ટ્રૅન સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી દોડશે. આ માટેનું બૂકિંગ શરૂ થઈ ગયું છે. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટિલ ઉધના રેલવે મથક ખાતે ઉપસ્થિત રહ્યા.
ઓડિશાથી સંબોધન કરતા શ્રી મોદીએ કહ્યું, આ ટ્રૅનથી બ્રહ્મપુરથી સુરત સુધી આ ટ્રૅન શરૂ થતાં ઓડિશાના લોકોને લાભ થશે.
આ પ્રસંગે શ્રી વૈષ્ણવે કહ્યું, દેશના પાંચ રાજ્યને જોડતી આ ટ્રૅન સુરત અને ઓડિશા વચ્ચેના લોકોના સંબંધને વધુ મજબૂત બનાવશે. સાથે જ તેમણે અમૃત ભારત ઍક્સપ્રેસ સાપ્તાહિક ટ્રૅન બે મહિના બાદ દૈનિક ધોરણે શરૂ કરાશે તેવી જાહેરાત પણ કરી.