ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 13, 2025 7:13 પી એમ(PM)

printer

રાજ્યની નગરપાલિકાઓને નવા નગર સેવાસદનના નિર્માણ માટેની સહાયમાં વધારો કરાયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓને નવા નગર સેવાસદનના નિર્માણ માટેની સહાયમાં વધારો કર્યો છે.
આ નિર્ણય અંતર્ગત ‘અ’ વર્ગની નગરપાલિકાઓને હવે 6 કરોડ રૂપિયા, ‘બ’ વર્ગને 5 કરોડ રૂપિયા, ‘ક’ વર્ગની નગરપાલિકાઓને 4 કરોડ રૂપિયા અને ‘ડ’ વર્ગને 3 કરોડ રૂપિયાની સહાય અપાશે. નગર સેવાસદનના નિર્માણમાં દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે લિફ્ટની સુવિધા તથા વીજબિલમાં બચત માટે સોલાર સિસ્ટમ કાર્યરત કરવાની રહેશે. સાથે જ ‘કેચ ધ રેઈન’ અભિયાનને વેગ આપવા નવા નગર સેવાસદનના બાંધકામમાં વરસાદી પાણીના સંગ્રહની સિસ્ટમ પણ ઊભી કરવાના દિશાનિર્દેશો પણ શ્રી પટેલે આપ્યાં છે. આ ઉપરાંત નગરપાલિકાઓના હયાત નગર સેવાસદનમાં સમારકામ કે વિસ્તરણ કરવા માટે મળવાપાત્ર રકમના 25 ટકા રકમ અપાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ