રાજ્યની તમામ સરકારી બાળવાટિકા અને ધોરણ એક અને બે-ના વિદ્યાર્થીઓ “જાદુઈ પિટારા”થી આનંદદાયી શિક્ષણ મેળવશે. બાળકો ગોખણિયા શિક્ષણની જગ્યાએ પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે માટે રાજ્ય સરકારે આ પહેલ કરી છે. જાદુઈ પિટારા થકી બાળકોને રમત, કળા, સંગીત, નવાચાર, પ્રવૃત્તિ-પ્રૉજેક્ટ, સહપાઠી શિક્ષણ, મહાવરો, મૂલ્યાંકન જેવા વિવિધ પ્રયાસથી રમકડાં આધારિત શિક્ષણ આપનારું ગુજરાત પ્રથમ રાજ્ય હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળવાટિકા તેમજ ધોરણ એક અને બે-ના બાળકો માટે 74 હજારથી વધુ “જાદુઈ પિટારા” આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ પિટારાનો રાજ્યના 12 લાખ 35 હજારથી વધુ વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે.
Site Admin | જાન્યુઆરી 17, 2026 2:31 પી એમ(PM)
રાજ્યની તમામ સરકારી બાળવાટિકા અને ધોરણ એક અને બે-ના વિદ્યાર્થીઓ “જાદુઈ પિટારા”થી આનંદદાયી શિક્ષણ મેળવશે.