રાજ્ય સરકારે જેલોના બંદીવાનોના બાળકો તથા વયસ્ક બંદીવાનો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બંદીવાનોના સંતાનોને સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે “વિકાસદીપ” યોજનાની જાહેરાત કરવામાં આવી છે.સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરવા બદલ 5 હજાર એક, મુખ્ય/લેખિત પરીક્ષા પાસ કરવા બદલ 10 હજાર એક અને અંતિમ પસંદગી અને નિમણુંક બદલ 15 હજાર એક રૂપિયાનું ઇનામ બંદીવાનના બાળકોને અપાશે. આ ઉપરાંત રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રમત-ગમત ક્ષેત્રે વિજેતા બાળકોને પણ રોકડ ઇનામ, ટ્રોફી અને ચંદ્રક અપાશે. વૃદ્ધ તથા બીમાર બંદીવાનોને અલગ બેરેક, કેરટેકર તેમજ દવાખાનામાં અગ્રિમતા સહિતની સુવિધા આપવા પણ વિશેષ નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત જેલ અધિકારીઓ અને કર્મચારીઓના બાળકોને પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા રમતગમત ક્ષેત્રે સફળતા માટે પણ ઇનામ-પુરસ્કાર અપાશે.
Site Admin | ઓગસ્ટ 16, 2025 9:04 એ એમ (AM)
રાજ્યની જેલોમાં કેદ બંદીવાનોના સંતાનોને પ્રોત્સાહન આપવા “વિકાસદીપ” યોજનાની જાહેરાત