રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધ છલકાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નર્મદાના નીરના વધામણાં કર્યા. નર્મદા બંધ 2017 બાદ ૬ઠ્ઠી વાર સંપૂર્ણ ભરાયો છે. આ પ્રસંગે શ્રી પટેલે સરદાર પટેલની 150મી જન્મ જયંતી અવસરે 31મી ઓક્ટોબરે યોજાનારી રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણી અને એકતા પરેડ સહિતના કાર્યક્રમનું સ્થળ નિરિક્ષણ અને આયોજનની વિગતો મેળવી. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવેલા લોકો સાથે વાતચીત પણ કરી હતી.
Site Admin | ઓક્ટોબર 1, 2025 7:45 પી એમ(PM)
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધ છલકાયો- મુખ્યમંત્રીએ નર્મદાના નીરના વધામણાં કર્યા