રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદાડેમની સપાટીમાં પુનઃ વધારો થયો છે.મધ્ય પ્રદેશના ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં ડેમની સપાટી વધવા પામી છે. હાલ નર્મદા ડેમની સપાટી 136.25 મીટરે પહોંચી છે ડેમની મહત્તમ
સપાટી 138.68 મીટર હોઈ ડેમ હવે એની મહત્તમ સપાટીમાં માત્ર 2.43 મીટર બાકી રહ્યો છે. નર્મદા ડેમના 2.50 મીટર 15 દરવાજા ખોલાયા છે. જેને કારણે નર્મદા બે કાંઠે વહી રહી છે. વડોદરા ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા છે. નર્મદા ડેમ આવતી કાલ સુધી છલોછલ ભરાવાની શકયતા છે. તંત્ર સજ્જ બન્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 14, 2024 3:48 પી એમ(PM)
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદાડેમની સપાટીમાં પુનઃ વધારો થયો છે
