ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 11, 2025 7:12 પી એમ(PM)

printer

રાજ્યની ગ્રામ પંચાયતોને ઓક્ટ્રોય વળતરના અનુદાનરૂપે 576 કરોડ રૂપિયાની રકમ ચૂકવણીનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત રાજકોટ ખાતે આયોજિત ‘વિકસિત ગામ વિકસિત ગુજરાત’ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં પંચાયતોને ઓક્ટ્રોય ગ્રાન્ટના ૫૭૬.૭૨ કરોડ રૂપિયાની રકમના વિતરણનો આરંભ કરાવ્યો હતો. ઉપરાંત ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારી પંચાયત સહિતની આઠ જેટલી સરકારી સંસ્થાઓનું સન્માન તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનારા ચાર સ્વ સહાય જૂથોનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું હતું કે, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વેગ આપવા રાજ્યમાં ઓક્ટ્રોય નાબૂદી થઇ હતી.
આ વર્ષે રાજ્યમાં ૭૬૧ ગ્રામ પંચાયતો સમરસ થઈ હોવાનું જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ટેક્નોલોજી અને ડ્રોન દીદી યોજનાથી એક ડ્રોન દીદી વર્ષે રૂપિયા ૧૪ લાખની કમાણી કરે છે.. આપણે સ્વદેશીને અપનાવીને સ્વદેશી વસ્તુઓ જ વેચીએ, ખરીદીએ અને તેનો ઉપયોગ કરીએ તેવી મુખ્યમંત્રીએ અપીલ કરી હતી.
મુખ્યમંત્રીએ રાજકોટ શહેર-જિલ્લાનાં આશરે ૧૯૪ કરોડ રૂપિયાના વિકાસકાર્યોના ઈ-ખાતમુહૂર્ત કર્યા હતા.