રાજ્યમાં ગઇકાલે ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા-ચૂંટણી માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થયું. ચૂંટણી પંચની યાદી પ્રમાણે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 72 જેટલું મતદાન નોંધાયું.રાજ્યના અનેક જિલ્લાઓમાં 70 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. સાંજે 5 વાગ્યા સુધીમાં મહેસાણા જિલ્લામાં 71.33 ટકા મતદાન, કચ્છમા 69.75% મતદાન, બનાસકાંઠામાં સામાન્ય બેઠકો માટે 80.32 જ્યારે પેટા ચૂંટણીમાં 61.25% ,ડાંગમા ૮૧ ટકા સરેરાશ મતદાન નોંધાયું.તાપી જિલ્લામાં સાંજે 5 કલાક સુધીમાં સામાન્ય બેઠકો માટે 71.11 ટકા જ્યારે પેટા ચૂંટણીમાં 69.19 ટકા ,પંચમહાલ જિલ્લામાં સામાન્ય બેઠકો માટે 71.61% અને પેટા ચૂંટણીમાં 67.61% તો સુરેન્દ્રનગર જિલ્લામાં 77 ટકા સરેરાશ મતદાન, છોટાઉદેપુરમાં 67.83 ટકા અને વલસાડમાં 72.97 % મતદાન નોંધાયું. બોટાદ જિલ્લામાં સામાન્ય બેઠકો માટે અંદાજે ૭૩.૨૩ ટકા મતદાન નોંધાયું જ્યારે પેટા ચૂંટણીમાં અંદાજે ૬૩.૮૧ ટકા મતદાન નોંધાયું છે. અમદાવાદ જિલ્લામાં 44 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 73 ટકા મતદાન થયું હતું.મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પહેલી વાર મતદાન કરી રહેલા મતદારોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. સાબરકાંઠાની ઝીઝવા અને દાહોદની મોટીહાંડી ગ્રામપંચાયતની ચૂંટણીમાં મતપત્રોમાં ક્ષતિ જણાતા આ બંને બેઠક માટે આવતી કાલે ફેર મતદાન યોજાશે. બીજી તરફ નર્મદાની બોરિદ્રા, પંચમહાલની ભુવર, છોટાઉદેપુરની રૂમાડિયા બેઠક પર હરીદ ઉમેદવારનું અવસાન થતા ચૂંટણી રદ કરાઇ છે.રાજ્યની 8 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં 3 હજાર 656 સરપંચની જગ્યાઓ અને 16 હજાર 224 સભ્ય બેઠકો માટે મતદાન યોજાયું.
Site Admin | જૂન 23, 2025 8:19 એ એમ (AM)
રાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં સરેરાશ 72 ટકા મતદાન નોંધાયું