મે 25, 2025 3:26 પી એમ(PM)

printer

રાજ્યની ખાલી પડેલી બે વિધાનસભા બેઠકો, કડી અને વિસાવદર માટે પેટાચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી

રાજ્યની ખાલી પડેલી બે વિધાનસભા બેઠકો, કડી અને વિસાવદર માટે પેટાચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચની સત્તાવાર યાદી મુજબ આ બંને બેઠકો પર 19 જૂનના રોજ મતદાન થશે. જ્યારે 23 જૂને મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પ્રક્રિયા માટે 26 મે થી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થશે. જ્યારે 2 જી જૂન ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ છે.
ઉલ્લેખનીય છે કે વિસાવદર વિધાનસભા બેઠક પરથી ભૂપત ભાયાણીનું રાજીનામું અને કડી બેઠક પર કરસન સોલંકીનું અવસાન થતાં બંને બેઠકો ખાલી પડી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.