રાજ્યની ખાનગી શાળાઓમાં ફી નિયમન સમિતિ- F.R.Cની માર્ગદર્શિકા મુજબ ફી નિર્ધારિત કરવામાં આવી છે અને તે મુજબ ફી લેવામાં આવે છે. ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે આ અંગે માહિતી આપતા જણાવ્યું, સ્વનિર્ભર શાળાઓ ફી નક્કી કરે છે ત્યારે તેને સૌપ્રથમ F.R.C. સમક્ષ રજૂ કરાય છે, જ્યાં યોગ્ય ચકાસણી બાદ તેને ફેરફાર સાથે મંજૂર અથવા નામંજૂર કરાય છે.
આ ઉપરાંત રાજ્યના ચાર ઝૉન એટલે કે, અમદાવાદમાં આઠ, વડોદરામાં સાત, રાજકોટમાં 11 અને સુરતમાં સાત જિલ્લાને સમાવતી F.R.C.ની રચના કરવામાં આવી હોવાનું પણ શ્રી ડિંડોરે ઉમેર્યું હતું.
Site Admin | માર્ચ 12, 2025 6:32 પી એમ(PM) | શિક્ષણ મંત્રી
રાજ્યની ખાનગી શાળાઓમાં FRCની માર્ગદર્શિકા મુજબ જ ફી લેવાય છે : શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર
