જુલાઇ 28, 2025 4:00 પી એમ(PM)

printer

રાજ્યની કુલ 556 ઔધોગિક તાલીમ સંસ્થા- ITIમાં 2 લાખ 17 હજાર કરતાં વધુ બેઠકો પર વ્યવસાયિક તાલીમ આપવામાં આવી રહી છે.

રાજ્યની કુલ 556 ઔધોગિક તાલીમ સંસ્થા- ITIમાં 2 લાખ 17 હજાર કરતાં વધુ બેઠકો પર વ્યવસાયિક તાલીમ આપવામાં આવી રહી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર આ સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ-જનજાતિ, દિવ્યાંગ તથા મહિલા ઉમેદવારોને ટ્યુશન ફીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. જ્યારે તાલીમાર્થીઓને માસિક 500 રૂપિયા ભથ્થું, નિ:શૂલ્ક એસ.ટી બસ પાસ યોજના, 4 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ, પ્રાયોગિક તાલીમ માટે વિનામૂલ્યે રો-મટીરિયલ્સ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે 79 રાષ્ટ્રીય કક્ષાના અને 53 રાજ્ય કક્ષાના એમ કુલ 132 અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે.