રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાસ સમીક્ષા બેઠક યોજી હતી..એનડીપીએસના કેસોમાં અગાઉની સરખામણીમાં બમણાથી પણ વધુ કેસો કરવા બદલ મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવીને સ્થાનિક પોલીસને પણ એનડીપીએસના કેસ કરવા સૂચના અપાઈ હતી..
Guj CTOC હેઠળ માત્ર પાંચ મહિનામાં મહત્તમ ૮ કેસ કરી ૭૭ આરોપીઓ સામે કડક કેસ કરવા બદલ મંત્રીએ સરાહના કરી હતી.. અસામાજિક તત્વો વિરુદ્ધ થયેલી કામગીરી ઐતિહાસિક હોવાનું જણાવીને આવા તત્વો સામે હજુ કડકમાં કડક કાર્યવાહી કરવાની દિશામાં ચોક્કસ રણનીતિ ઘડવા સૂચના પણ ગૃહ રાજ્યમંત્રીએ આપી હતી.. વ્યાજખોરો સામેની ફરિયાદ લઈને આવતા અરજદારને સિનિયર ઓફિસર ખુદ સંવેદનાપૂર્વક સાંભળે અને તેની સમસ્યાનો ઉકેલ લાવે તે અંગે મંત્રી દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓને સૂચના અપાઈ હતી.. હની ટ્રેપ જેવા ગુનાઓમાં કડકમાં કડક કાર્યવાહી કરવા પણ પોલીસ વિભાગને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું હતું.
Site Admin | જુલાઇ 9, 2025 9:59 એ એમ (AM) | Harsh Sanghvi
રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા બેઠક યોજી
