ડિસેમ્બર 26, 2025 7:15 પી એમ(PM)

printer

રાજ્યની એક્સપ્રેસ એસ.ટી બસના મુસાફરોને પોતાની સીટ પર ખોરાક ઉપલબ્ધ થશે.

એસ.ટી નિગમ દ્વારા મુસાફરોને વિમાન અને રેલવેની જેમ હવે બસોમાં તેમની સીટ ઉપર ફૂડ આપવાનો ‘ON DEMAND PACKED FOOD- FOOD ON BUS’ નવીન પ્રોજેકટ શરૂ કરાશે.
આ પ્રોજેકટ અંતર્ગત નિગમની એક્સપ્રેસ બસોમાં સંચાલિત રૂટમાં પેસેન્જરોને ચાલુ બસે પેકડ ફૂડ મળી શકશે. આ સેવાનો લાભ લેવા મુસાફરો, નિગમની Online Passenger Reservation System પર બસ ટીકીટની સાથે સાથે ફૂડ પણ અગાઉથી બુકિંગ કરી શકશે. મુસાફરી શરૂ થયા બાદ જે સ્થળે ફૂડ મેળવવાનું હોય તે સ્થળે પહોંચવાના ત્રણ કલાક પહેલા આ ઓર્ડર કરવાનો રહેશે.
આ સેવાથી નિગમની નોન ટ્રાફિક આવકમાં પણ વધારો થાય તે હેતુથી આ નવીન પ્રોજેકટ પ્રાયોગિક ધોરણે ફક્ત અમદાવાદથી શરૂ કરવામાં આવશે જેની ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.