દેશની સરહદ પર સુરક્ષા કરતા જવાનોની રક્ષા માટે રાજ્યની 53 હજાર જેટલી આંગણવાડીની બહેનોએ સાડા ત્રણ લાખથી વધુ રાખડી મોકલી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે સરહદી દળોના જવાનોને રાખડી કળશ સુપરત કરાયો. રાજ્યની “એક રાખી દેશ કે જવાનો કે નામ” પહેલને ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
રાજ્યની આંગણવાડીની બહેનોએ મોકલેલી રાખડીઓનો રક્ષાસૂત્ર કળશ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે જવાનોને અર્પણ કર્યો. ભારતીય સેના, સરહદ સુરક્ષા દળ- BSF, કેન્દ્રીય અનામત પોલીસ દળ- CRPF અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ- NDRFના ગાંધીનગર સ્થિત જવાનોએ સહર્ષ આ રક્ષાસૂત્ર કળશનો સ્વીકાર કર્યો. ગુજરાતની આ પહેલને ઇન્ડિયા બૂક ઑફ રેકર્ડમાં સ્થાન મળ્યું તે અંગેનું પ્રમાણપત્ર અને ચંદ્રક ઇન્ડિયા બૂક ઑફ રેકર્ડના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યા.
Site Admin | ઓગસ્ટ 7, 2025 7:54 પી એમ(PM)
રાજ્યની આંગણવાડી બહેનોએ સરહદના જવાનો માટે સાડા ત્રણ લાખથી વધુ રાખડીઓ મોકલાવી નવો વિક્રમ બનાવ્યો