ઓગસ્ટ 7, 2025 7:52 પી એમ(PM)

printer

રાજ્યની અનુદાનિત શાળાઓને માળખાકીય સુવિધા માટે 10 લાખથી દોઢ કરોડ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા અનુદાનિત શાળાઓને માળખાકીય સુવિધા માટે 10 લાખથી દોઢ કરોડ રૂપિયા સુધીની આર્થિક સહાય અપાશે. મિશન સ્કૂલ ઑફ ઍક્સલૅન્સના બીજા તબક્કા હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને સહાયનો નિર્ણય કરાયો છે. વર્ષ 2025-26ના શૈક્ષણિક વર્ષથી પાંચ વર્ષ માટે આ નિર્ણયનો અમલ કરાશે.
તે મુજબ, શાળાઓને ખૂટતા વર્ગખંડ બાંધકામ, વિશિષ્ટ ખંડોના નિર્માણ, નવા શૌચાલય માટે જગ્યા, પીવાના પાણીની સુવિધા, દિવ્યાંગ વિદ્યાર્થી માટે જરૂરી સુવિધાઓ માટે 80 ટકા રકમ રાજ્ય સરકાર અને 20 ટકા રકમ શાળા મંડળ ચૂકવશે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.