રાજ્યના 97 ટકા ગામડાઓના ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે. વિધાનસભામાં ખેડૂતોને દિવસે વીજળી મળવા અંગેના પ્રશ્નનો જવાબ આપતાં ઊર્જા મંત્રી કનુ દેસાઈએ
જણાવ્યું કે બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લાના જમીન અને કાયદાકીય પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. આ કામગીરી ટુંક સમયમાં જ પૂર્ણ કરી ખેડૂતોને વીજળી અપાશે. તેમણે જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લામાં ખેતીવાડી વીજ જોડાણ ધરાવતા કુલ 846 ગામના 42 હજાર 670 ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે.
શ્રી દેસાઇએ જણાવ્યું કે દિવસે વીજળી આપવાથી આવનારા વધારાના વીજલોડને ધ્યાનમાં રાખીને અંદાજપત્રમાં GETCOના પ્રવહન માળખાના અપગ્રેડેશન માટે 8 હજાર
810 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. 34 નવાં વીજ સબસ્ટેશનોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.