હવામાન વિભાગે આગામી પાંચ ઑગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે. દરમિયાન આજે પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તથા દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે. સાથે જ માછીમારોને પહેલી ઑગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું.
દરમિયાન રાજ્યમાં ગઈકાલે રાત્રે આઠ વાગ્યા સુધીમાં 95 તાલુકામાં મધ્યમ વરસાદ નોંધાયો. સૌથી વધુ સવા બે ઈંચ જેટલો વરસાદ વલસાડના કપરાડામાં થયાના અહેવાલ છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 63 ટકા જેટલો વરસાદ થયો છે.
Site Admin | જુલાઇ 30, 2025 11:43 એ એમ (AM)
રાજ્યના 95 તાલુકામાં હળવો વરસાદ – આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી.
