રાજ્યના 75 લાખથી વધુ રાશનકાર્ડ ધરાવનારા ત્રણ કરોડ 26 લાખ જેટલા સભ્યોને દિવાળી દરમિયાન વિનામૂલ્યે અનાજનું વિતરણ કરાશે. રાજ્ય સરકારના આ નિર્ણય અંગે અન્ન-નાગરિક પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું,
17 હજારથી વધુ વાજબી ભાવની દુકાન પરથી આ તમામ સભ્યોને ઘઉં, ચોખા અને શ્રી અન્નનું વિતરણ કરાશે.
સાથે જ અંત્યોદય અને ગરીબી રેખા નીચે આવતા – BPL પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું રાહતદરે વિતરણ કરાશે. જ્યા અંત્યોદય અન્ન યોજનાના પરિવારોને પ્રતિકાર્ડ કુલ 35 કિલો અનાજ અપાશે.
Site Admin | ઓક્ટોબર 15, 2025 7:32 પી એમ(PM)
રાજ્યના 75 લાખથી વધુ રાશનકાર્ડ ધારક ત્રણ કરોડ 26 લાખ જેટલા સભ્યોને દિવાળી દરમિયાન વિનામૂલ્યે અનાજનું વિતરણ કરાશે.