રાજ્યના 69 તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે. જેમાં બનાસકાંઠાના દાંતામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે પાટણના સિદ્ધપુર, વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો 49 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જળાશયોની સ્થિતિની વાત કરવામાં આવે તો રાજ્યના 40 જળાશય હાઇએલર્ટ પર છે જ્યારે 23 જળાશય એલર્ટ પર છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં 42 જેટલા માર્ગ બંધ કરવામાં આવ્યા છે. આજે અરવલ્લી, મહીસાગરમાં અતિભારે વરસાદ અને બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ તેમજ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે.
Site Admin | જુલાઇ 13, 2025 3:04 પી એમ(PM)
રાજ્યના 69 તાલુકામાં આજે વરસાદ નોંધાયો