રાજ્યના 31 જિલ્લામાં યોજાયેલા સશસ્ત નારી મેળા દ્વારા ચાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ થયું છે. મેળામાં પાંચ લાખથી વધુ લોકોએ બે હજાર 300થી વધુ હાટડીની મુલાકાત લીધી હતી.
આ મેળાએ રાજ્યભરની મહિલાઓને તેમની હસ્તકળા, હાથસાળ, પરંપરાગત ખાદ્યપદાર્થ, પ્રાકૃતિક ઉત્પાદનો અને સ્વદેશી ઉત્પાદનોના પ્રદર્શન તથા વેચાણ માટે સશક્ત બજાર પૂરું પાડ્યું હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
ગુજરાત લાઈવલિહુડ પ્રમોશન કંપની લિમિટેડ – GLPC દ્વારા ગત 18થી 23 ડિસેમ્બર સુધી આ મેળાનું આયોજન કરાયું હતું. વન ડિસ્ટ્રીક્ટ વન પ્રૉડક્ટ યોજના હેઠળ દરેક જિલ્લાની વિશિષ્ટ ઓળખ એક જ છત નીચે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
Site Admin | જાન્યુઆરી 7, 2026 2:06 પી એમ(PM)
રાજ્યના 31 જિલ્લામાં યોજાયેલા સશસ્ત નારી મેળા દ્વારા ચાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ થયું.