ડિસેમ્બર 24, 2025 9:17 એ એમ (AM)

printer

રાજ્યના 26 સનદી અધિકારીઓની બદલીના આદેશ

રાજ્યના 26 સનદી અધિકારીઓની સાગમટે બદલીના સરકાર દ્વારા આદેશો કરાયા છે. જેમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં સંજીવ કુમારને CMOમાં અગ્ર સચિવ તરીકે નિયુક્ત કરાયાં છે. જ્યારે ગૃહ વિભાગનો વધારાનો હવાલો પણ તેમને સોંપાયો છે. વિક્રાંત પાંડેને મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ બનાવાયા છે, અને માહિતી પ્રસારણનો વધારાનો હવાલો પણ તેમને સોંપ્યો.ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગઇકાલે મોડી સાંજે બદલીઓના આ આદેશો કરવામાં આવ્યા છે. રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારની બદલી કરીને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ તરીકે નિયુક્ત કરાયા છે.
જ્યારે મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ તરીકે કાર્યરત અવંતિકા ઔલખની બદલી કરીને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગમાં ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના એમડી તરીકે નિયુક્ત કરાયા છે.