રાજ્ય સરકારના કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા 25 જિલ્લાની 332 જેટલી મિઠાઈ, ફરસાણ, સુકામેવાની દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા. તપાસ દરમિયાન ગેરરીતિ કરતા 126 જેટલા એકમ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. આ એકમ પાસેથી પાંચ લાખ 91 હજાર 500 રૂપિયાનો દંડ વસૂલાયો હોવાનું યાદીમાં જણાવાયું છે.ઉલ્લેખનીય છે કે, જન્માષ્ટમી સહિતના તહેવારને ધ્યાને લઈ સામૂહિક ઝૂંબેશના ભાગરૂપે કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા ગઈકાલે આ કાર્યવાહી કરવામાં આવી.
Site Admin | ઓગસ્ટ 14, 2025 9:29 એ એમ (AM)
રાજ્યના 25 જિલ્લાની 332 જેટલી મિઠાઈ-ફરસાણની દુકાનમાં દરોડા – ગેરરીતિ કરનારા 126 જેટલા એકમને દંડ કરાયો