ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જૂન 3, 2025 5:41 પી એમ(PM) | હેન્ડીક્રાફ્ટ

printer

રાજ્યના 24 હજારથી વધુ હાથસાળ અને હસ્તકળાના કારીગરોએ ગત ત્રણ વર્ષમાં દેશભરમાં 124 કરોડ રૂપિયાથી વધુની વસ્તુઓનું વેચાણ કર્યું

રાજ્યના 24 હજારથી વધુ હાથસાળ અને હસ્તકળાના કારીગરોએ ગત ત્રણ વર્ષમાં રાજ્ય સહિત દેશભરમાં 124 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વસ્તુઓનું વેચાણ કર્યું છે. એટલું જ નહીં, અત્યાર સુધીમાં રાજ્યમાં કચ્છની ઍમ્બ્રોડરી, જામનગરની બાંધણી, પાટણના પટોળા, ઘરચોળું સહિત કુલ 28 ઉત્પાદનોને ભૌગોલિક ઓળખ- G.I. ટૅગ મળ્યા છે. ઉપરાંત વર્ષ 2023માં હાથસાળ અને હસ્તકળા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ 11 કારીગરને પુરસ્કારથી પણ સન્માનિત કરાયા છે.