રાજયભરમાં વરસાદી માહોલ વચ્ચે 232 તાલુકાઓમાં ભારેથી હળવો વરસાદ વરસ્યો છે. આજના મળસ્કે 4 વાગ્યા સુધીના આંકડા મુજબ સૌથી વધુ 7 ઇંચ વરસાદ સુત્રાપાડામાં નોધાયો છે.અમદાવાદમાં પણ દિવસભર વરસાદી માહોલ સર્જાયો હતો. સવારે સામાન્ય ઝાપટાં બાદ મોડી રાત્રે સમગ્ર અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસાવાના અહેવાલ છે. કપરાડા અને ઉમરગામમાં 5 ઇંચ, અંકલેશ્વર ઉના ધર્મપુર ડેડીયાપાડા વિસાવદરમાં 4 ઇંચ જેટલો વરસાદ ખબક્યો હતો. કચ્છમાં પણ ગત મોડી રાતથી વરસાદની શરૂઆત થઇ છે. માધ્યમથી ભારે વરસાદની આગાહી વચ્ચે ભુજ ગાંધીધામ સહીતના વિસ્તારમાં પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.ગત મોડી સાંજે બનાસકાંઠા જિલ્લામાં પણ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ડીસા ભીલડી કાંકરેજ થરા આ વિસ્તારમાં પવન, ગાજવીજ સાથે ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો, વરસાદને લઈને બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે ખંભલીયા ભાણવડ અને કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.રાજકોટ, ભરૂચ અને બોટાદમાં ભારે પવન સાથે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. દાદરા નગર હવેલીમાં જિલ્લા કલેકટર દ્વારા આજે શાળા કોલેજમા રજા જાહેર કરવામાં આવી છે. આ સાથે લોકોની સલામતી માટે આજે ગરબા પણ બંધ રખાશે. રાજયભરમાં વરસાદને કારણે ગરબા કાર્યક્રમો અસરગસ્ત થયા છે. ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાતાં નવરાત્રિની ઉજવણીમાં ખલેલ પડતાં ખેલૈયાઓ નિરાશ થયા હતા.
Site Admin | સપ્ટેમ્બર 29, 2025 10:16 એ એમ (AM)
રાજ્યના 232 તાલુકાઓમાં વરસાદ સૌથી વધુ સૂત્રાપાડામાં સાત ઇંચ જટેલો મુશળધાર વરસાદ
