ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જૂન 29, 2025 9:19 એ એમ (AM)

printer

રાજ્યના 226 તાલુકાઓમાં વરસાદ – નવસારીના ચિખલીમાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો – કચ્છમાં યલો એલર્ટ જાહેર

રાજ્યમાં ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 4 વાગ્યા સુધીમાં 226 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 3 ઇંચ વરસાદ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં નોંધાયો છે. વલસાડ, જાંબુઘોડા, વાપી, દ્વારકા અને કપરાડા માં 2.5 થી 3 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાના વલસાડ શહેર અને ઉમરગામ તાલુકામાં એક એક ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે અન્ય તાલુકાઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.બોટાદ જીલ્લાના બરવાળા શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.અમદાવાદ શહેરમાં ગઇકાલે ધીમી ધારે પાડેલા વરસાદથી લોકોને ગરમીમાં રાહત મળી છે. શહેરના ઓઢવ અને જોધપુર વિસ્તારમાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.ભાવનગર શહેરમાં વરસાદી માહોલ વચ્ચે અડધો ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે જિલ્લાના વલભીપુર , ઘોઘા , પાલીતાણા, તળાજા અને મહુવા તાલુકામાં વરસાદ વરસ્યો હતો.