હવામાન વિભાગે 19 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. દરમિયાન આજે છોટા ઉદેપુર, નર્મદા, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે માછીમારોને 20 ઑગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું.બીજી તરફ, રાજ્યમાં ફરી વરસાદનું જોર વધતાં આજે સવારે ચાર વાગ્યા સુધીમાં 215 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ સવા છ ઈંચ જેટલો વરસાદ જુનાગઢના ભેસણ તાલુકામાં નોંધાયો છે. જ્યારે રાજકોટના જામ-કંડોરણા, ગોંડલ, અમરેલીના કુંકાવાવ વાડિયા, બનાસકાંઠાના દાંતીવાડા, નર્મદાના નાંદોદ, અમરેલીના ધારી અને મોરબીના હળવદમાં ત્રણથી પાંચ ઇંચ જેટલો વરસાદ થયાના અહેવાલ છે.
Site Admin | ઓગસ્ટ 17, 2025 11:59 એ એમ (AM)
રાજ્યના 215 તાલુકામાં વરસાદ, આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી