ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર શ્રી એ.કે. દાસે જણાવ્યું કે બંદરો ઉપર ત્રણ નંબરનુ સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.જ્યારે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહીને કારણે રેડ એલર્ટ જાહેર કરાયું છે.પાટણ, મોરબી, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, ખેડા અને મહીસાગરમાં ભારે વરસાદની સંભાવનાના પગલે ઓરેન્જ અને અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા હોવાને કારણે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 6, 2025 8:45 એ એમ (AM)
રાજ્યના 198 તાલુકાઓમાં વરસાદ, આજે ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર
 
		 
									 
									 
									 
									 
									