હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. દરમિયાન સાત જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.બીજી તરફ, રાજ્યમાં ગઈકાલે સવારે છ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધીમાં 193 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ છ ઈંચ વરસાદ સાબરકાંઠાના ઈડરમાં થયો હોવાના અહેવાલ છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 37 ટકા વરસાદ ખાબક્યો છે. દરમિયાન 21 બંધ હાઈ અલર્ટ, 14 બંધ અલર્ટ અને 18 બંધ ચેતવણી પર હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
Site Admin | જુલાઇ 4, 2025 9:22 એ એમ (AM)
રાજ્યના 193 તાલુકામાં વરસાદ, આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિત 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી